કોઈપણ કોમ્પ્યુટરની રોકસ્ટાર રમતો જેવી કે, GTA Vice-city, GTA San Andreas, NFS Most Wanted વગેરેમાં આપણા દ્વારા કરવામાં આવતી ગતિવિધિઓ જે માણસ કરતો દેખાય તેને જનરલી બાળકોની ભાષામાં "ડાગલો" કહેવાતો હોય છે, પરંતુ કોમ્પ્યુટરની ભાષામાં તેને "object" કહે છે અને તેના દ્વારા આપણે જે કઈ પણ ગતિવિધિ કરીએ તેને "subject" કહે છે.
ખાસ એવા લોકો માટે જેને ગુજરાતીમાં કોમ્પ્યુટર વિશે જાણવું હોય. હું એક કોમ્પ્યુટર એન્જીનીયરીંગમાં ભણતો વિદ્યાર્થી છું. મારા તરફથી શ્રેષ્ઠ માહિતી પીરસવાનો અને વિષયને ન્યાય આપવાનો પૂરેપૂરો પ્રયાસ કરીશ.
બુધવાર, 11 એપ્રિલ, 2012
મંગળવાર, 10 એપ્રિલ, 2012
કોમ્પ્યુટર શું છે?
પહેલા કોમ્પ્યુટરનો ઉપયોગ માત્ર ગણતરી કરવા માટે થયેલો. ચાર્લ્સ બેબેજ કોમ્પ્યુટરનાં મૂળ શોધક હતા.
કોમ્પ્યુટર એ વિજળીથી ચાલતું એવું યંત્ર છે કે જે mass storage driveમાં સંગ્રહ કરેલી માહિતીને જીવંત સ્વરૂપે રજુ કરી શકે છે અને તેના પર જરૂરી પ્રક્રિયાઓ પણ કરી શકે છે.
Mass Storage Driveમાં ઘણી બધી devices હોય છે, જેમ કે હાર્ડડિસ્ક, સીડી, ડીવીડી, પેનડ્રાઇવ, મેમરીકાર્ડ વગેરે. કોમ્પ્યુટરમાં હાર્ડડિસ્ક inbuilt હોય છે. જેને બહાર કાઢી શકાતી નથી. સીડી, ડીવીડી વગેરે પર મોટાભાગે એક જ વખત ડેટા લખી શકાય છે અને તેમાં ફેરફાર કરી શકાતો નથી. અમુક ખાસ પ્રકારની સીડીઓ જેને Rewritable Disk કહે છે, તેને વારંવાર બદલી શકાય છે. જ્યારે પેનડ્રાઈવ, મેમેરીકાર્ડ વગેરેમાં ગમે ત્યારે ફેરફાર કરી શકાય છે અને તેના ડેટા ભુંસી પણ શકાય છે.
અહીં વ્યાખ્યામાં કહ્યું કે માહિતી પર જરૂરી ક્રિયાઓ કરી શકે છે. કહેવાનો અર્થ એમ છે કે સરવાળો, ગુણાકાર ઉપરાંત વર્ગમૂળ, ઘાત, નાની મોટી સંખ્યાઓની સરખામણી વગેરે અનેક ગાણિતિક(mathematical) તેમજ સૈધાંતિક(logical) પ્રક્રિયાઓ કરી શકે છે.
માહિતીના જથ્થાના એક સમૂહ ને "ફાઈલ" કહે છે. જેમાં લખેલા દસ્તાવેજ, ફોટા, ગીત, વિડીયો વગેરે અનેકવિધ ફાઈલો હોઈ શકે છે. દરેકને કોમ્પ્યુટરમાં કઈ રીતે Run કરવાની (રજુ કરવાની) છે, તે દર્શાવવા તેની પાછળ .txt, .doc, .jpg, .png, .avi વગેરે જેવા extension મુકવામાં આવે છે. સોફ્ટવેરનો ઉપયોગ કરીને એક જ ફાઈલ પર એકીસાથે ઘણા બધી પ્રક્રિયાઓ કરી શકાય છે.
પ્રથમ પેઢીના કોમ્પ્યુટર્સ એક મોટા ઓરડા જેટલી જગ્યા રોકતા હતા. તેને ACમાં રાખવા પડતા હતા. પછી બીજી, ત્રીજી અને આજે ચોથી પેઢીના કોમ્પ્યુટર્સમાં કાળક્રમે કદ ઘટતા ગયા. ત્રીજી પેઢીમાં ટ્રાન્ઝિસ્ટરનો ઉપયોગ થયો અને ચોથી પેઢીમાં માઈક્રોપ્રોસેસરનો ય્પયોગ થયો.
આગળ પાંચમી પેઢી Artificial Intelligence હશે. જે રજનીકાંતની ફિલ્મ "રોબોટ"ની જેમ માણસની માફક બધા કામો કરી શકશે.

આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ્સ (Atom)