ગુરુવાર, 23 જુલાઈ, 2015

Firewall


અહિં દર્શાવ્યા મુજબ Firewall બે નેટવર્ક વચ્ચે એક દીવાલનું કાર્ય કરે છે. આ બે નેટવર્કમાંથી એક ટર્મિનલ (ઘરનું કોમ્પ્યુટર) અને બીજું ઈન્ટરનેટ પણ હોઈ શકે છે. આ કિસ્સામાં Firewall આપણા ઘરનાં કોમ્પ્યુટરને ઈન્ટરનેટના હેકર્સથી બચાવવાનું કાર્ય કરે છે. જેમાં આપણા કોમ્પ્યુટરમાં એક Firewall નું સોફ્ટવેર ઇન્સ્ટોલ કરેલું હોય છે જે ઈન્ટરનેટ પરથી આવતાં બિનજરૂરી સિગ્નલ્સને ખતમ કરીને તેને સર્વર પર પાછા મોકલવાનું કામ કરે છે.

Firewall એક બીજું પણ કાર્ય કરે છે: ધારો કે સરકારે અમુક વેબસાઈટો પર પ્રતિબંધ મુકેલો છે. તો જે તે દેશના Internet Service Provider સાથે જોડાયેલા કોઈ પણ ગ્રાહક તે વેબસાઈટને જોઈ શકતા નથી. આપને જણાવવાનું કે સરકાર પાસે એક DNS ડોમેઈન હોય છે, જેની સાથે દેશના તમામ Internet Service Providers જોડાયેલા હોય છે. ભારતમાં આ ડોમેઈનનું નામ ".in" છે. દેશભરના ઈન્ટરનેટ યુઝર્સ દ્વારા આવતી તમામ રીક્વેસ્ટને આ ડોમેઈન પર રાખવામાં આવેલા Firewall માંથી પસાર થવું પડે છે. પરંતુ  જયારે કોઈ પ્રતિબંધિત વેબસાઈટની રીક્વેસ્ટ Firewall  માં આવે છે ત્યારે તેને ઈન્ટરનેટ પર મોકલવામાં આવતું નથી, પરંતુ censorship નો પ્રત્યુત્તર તે યુઝરને મોકલી આપવામાં આવે છે.

આ જ રીતે જો કોઈ LAN માં Firewall મુકેલું છે, તો તેના પર પણ અમુક વેબસાઈટ બ્લોક કરી શકાય છે. Firewall ને સોફ્ટવેર તરીકે ઇન્સ્ટોલ પણ કરી શકાય છે અને એક હાર્ડવેર મશીન પર પણ મૂકી શકાય છે.

Firewall નું નામ Firewall કેમ પડ્યું?

જનરલ મતલબ કાઢીએ, તો Firewall એટલે આગથી રક્ષણ આપતી દીવાલ. નેટવર્કિંગમાં Firewall ની ટેકનોલોજી બહારના નેટવર્કમાંથી આવતાં બિનજરૂરી સિગ્નલ્સ(જેમકે હેકર્સ)થી બચવાના ઉદ્દેશથી વિકસાવવામાં આવેલ છે. પરંતુ તેનો ઉપયોગ અમુક વેબસાઈટને બ્લોક કે પ્રતીબંધીત કરવા માટે પણ થાય છે. આમ, જે રીતે Firewall અંદરના ઘરને આગથી રક્ષણ આપે છે, તે જ રીતે આ ટેકનોલોજી બિનજરૂરી સિગ્નલ્સથી કોમ્પ્યુટરને રક્ષણ આપે છે.

રવિવાર, 30 માર્ચ, 2014

પ્રોટોટાઈપીંગ

આમ તો Prototyping ને આપણે આપણી સામાન્ય ભાષાઓમાં વાપરીએ જ છીએ. કોઈ પુસ્તક જયારે પ્રકાશિત થતું હોય, ત્યારે તે પહેલી આવૃત્તિ, પછી એમાં સુધારા-વધારા થયા, પછી બીજી આવૃત્તિ, પછી એમાં સુધારા-વધારા થયા, પછી ત્રીજી આવૃત્તિ આમ તેનું પ્રકાશન પણ એક પ્રકારની Prototyping છે. Prototyping માટે ગુજરાતી શબ્દ આપી શકાય, પણ તેમાં માથું મારવાની કોઈ જરૂર નથી.

Prototyping એ ગ્રીક ભાષામાંથી ઉતરી આવેલો અમેરિકન અંગ્રેજી શબ્દ છે. આથી તે વ્યાપક પ્રમાણમાં કોમ્પ્યુટર સાયન્સમાં વાપરવામાં આવે છે. અગાઉ પુસ્તકના પ્રકાશનનું આપણે ઉદાહરણ લીધું.

Software Prototyping

આજે દુનિયામાં ઘણા બધા સોફ્ટવેર ઉપલબ્ધ છે, જેમાં આપણે Mozilla Firefoxનું ઉદાહરણ લઈએ. નવેમ્બર, 2004માં Firefox 1.0 આવ્યું. જેમાં માત્ર Windowsમાં જ સપોર્ટ કરતું હતું. પછી થોડા થોડા નવા features અને interfaces ઉમેરવામાં આવ્યા અને જુન, 2005માં Firefox 1.1 આવ્યું. નવેમ્બર, 2005માં આવેલું Firefox 1.5 એ Mach OSમાં પણ સપોર્ટ કરતુ હતું. તાજેતરમાં 18 માર્ચ, 2014માં આવેલ Firefox 28.0 એન્ડ્રોઈડમાં સપોર્ટ તેમજ quick share batten અને OpenSearchમાં સપોર્ટ કરે છે.

એક બીજું ઉદાહરણ લઈએ. Adobe Reader, જુન, 1993માં Adobe Reader 1.0 આવ્યું. જે DOS તેમજ Windows 3.1માં ચાલતું હતું. સપ્ટેમ્બર, 1994માં Adobe Reader 2.0 આવ્યું. જે મેકિન્ટોશમાં ચાલતું હતું. નવેમ્બર, 1996માં આવેલું Adobe Reader 3.0 એ Windows 95 માટે હતું. Adobe Reader 10.0 એ એન્ડ્રોઈડ માટે આવ્યું.

આમ, લોકોની જરૂરિયાત તેમજ હાર્ડવેરના નવા આવિષ્કાર પ્રમાણે સોફ્ટવેરમાં સુધારા-વધારા કરવા એનું નામ Software Prototyping........


 

સોમવાર, 7 મે, 2012

વિવિધ મેમરી ડ્રાઈવ અને તેઓની કામગીરી

Inbuilt Memory:-


RAM (Random Access Memory):- તેની સ્પીડ કોમ્પ્યુટરની ખુબ જ ઝડપી હોય છે, પરંતુ જ્યારે કોમ્પ્યુટર બંધ કરીએ ત્યારે તેમાના બધા જ ડેટા ભૂંસાઈ જાય છે. તેનો ઉપયોગ જે તે ફાઈલને રજુ કરતા પહેલા તેના પર પ્રોસેસ કરવા માટે થાય છે.

Buffer:- કોમ્પ્યુટરમાં buffer સિવાયની બધી જ મેમરી વાસ્તવિક હોય છે, જ્યારે buffer એક પ્રકારની virtual(કાલ્પનિક) મેમરી છે. તેનો ઉપયોગ જ્યારે ડેટા એક ડ્રાઈવમાંથી બીજા ડ્રાઈવમાં મોકલીએ ત્યારે થાય છે. તદુપરાંત ઈન્ટરનેટ અને CD ROM પરથી વિડિયો (ખાસ કરીને you-tube) પ્રોસેસ કરવા વપરાય છે, જેને buffering કહે છે.

Cache:- જે ડેટા વારંવાર ઉપયોગ થાય, તેને અહીં સ્ટોર કરવામાં આવે છે જેથી કોમ્પ્યુટરના પર્ફોર્મન્સની સ્પીડ વધારી શકાય.

Hard Disk:- અહીં ડેટા કાયમને માટે જાળવી શકાય છે, પરંતુ તેની સ્પીડ ઓછી હોય છે. તે કિંમતની દ્રષ્ટિ એ પણ બીજા કરતાં સસ્તી હોય છે.

External Memory:-

Pen-drive:- તેનો ઉપયોગ ખાસ કરીને બે કોમ્પ્યુટરોની વચ્ચે ડેટા ટ્રાન્સફર માટે થાય છે. તેની સ્પીડ લગભગ RAM જેટલી જ હોય છે.


Memory Card:- તે ખાસ કરીને મલ્ટિમિડિયા મોબાઈલ માટે બનાવવામાં આવેલ છે, તે પણ Pen-driveની જેમ જ કામ કરે છે.

CD ROM:- તે ઘણી જ સસ્તી હોય છે, પરંતુ એક વખત ડેટા લખ્યા બાદ તેમાં કશો ફેરફાર કરી શકાતો નથી. તેનું નામ જ છે Read Only Memory. એટલે કે માત્ર એક જ વખત લખી શકાય.

જુના જમાનાની ડ્રાઈવ:- (YouTube પર જ જોઈ શકાશે.)

Floppy-Disk:- પહેલાના કોમ્પ્યુટરને દરેક વખતે ચાલુ કરીને તેમાં ઓપરેટીંગ સીસ્ટમ(OS) તેમજ પ્રોગ્રામ ઇન્સ્ટોલ કરવા પડતા હતા અને આ માટે OS અને તમામ પ્રોગ્રામની ફ્લોપી રાખવી પડતી. આજે આ ડ્રાઈવ વપરાતા નથી.

Tap-drive:- પહેલાના કોમ્પ્યુટરમા હાર્ડ-ડિસ્ક નહોતી. દર વખતે ડેટાનો બેકઅપ લેવો પડતો હતો જેના માટે ટેપ-ડ્રાઈવનો ઉપયોગ થતો. આ ડ્રાઈવમાં ડેટા સીધી રેખામાં સ્ટોર થાય છે. એટલે જો આપણે કોઈ ચોક્કસ ફાઈલ જોતી હોય તો તેને (ટેપ-રોકોર્ડરની જેમ) થોડે સુધી રીવાઈન્ડ કરવી પડે છે. આજે પણ હાઈ-સિક્યોરિટીવાળા ડેટાનું બેકઅપ લેવા માટે ટેપ-ડ્રાઈવનો ઉપયોગ થાય છે, કારણ કે ટેપ-ડ્રાઈવમાં ડેટા ખરાબ થતો નથી. પરંતુ તે ભાગ્યે જ જોવા મળે છે.

PNG અને JPG


PNG અને JPG, બંને સમાન ગુણવત્તા સાથે કામ કરે છે, પરંતુ એક પ્રશ્ન થાય કે બંનેની મેમરી અલગ અલગ કેમ હોય છે? જેમ કે કોઈ ફોટો JPGમાં 16KBની જગ્યા રોકે છે, પરંતુ એટલી જ ક્વોલિટી અને એટલા જ પિક્સેલવાળું PNGમાં 60KB થઈ જાય છે. આનું કારણ અહીં જણાવું છું.

PNG, JPG, AVI, 3GP, MP4, TXT, DOC વગેરે આપણા કોમ્પ્યુટરની RAMને એ દર્શાવે છે કે આ પ્રકારની ફાઈલને કઈ રીતે run કરવાની છે. હવે PNG પ્રકારની ફાઈલ એ ફોટાના દરેક પિક્સેલ્સનું HTML કોડમાં રૂપાંતર કરે છે, જેમાં Hexadecimal Codeનું Binary Code(1 and 0)માં રૂપાંતર થાય છે, જેની મેમરી વધુ હોય છે. જ્યારે JPGમાં દરેક પિક્સેલની RGB value(Red, Green and Blueમાં તીવ્રતા)ને આધારે ડાયરેક્ટ Binary Codeમાં રૂપાંતર કરવામાં આવે છે.

આમ, JPG ફોટા કરતાં તેટલી જ ક્વોલિટીનો PNG ફોટો વધુ મેમરી લે છે.

બુધવાર, 11 એપ્રિલ, 2012

હાર્ડવેર, સોફ્ટવેર અને નેટવર્કીંગ

સામાન્ય રીતે કોમ્પ્યુટરની કાર્યપ્રણાલીને ત્રણ ભાગોમાં વહેંચી શકાય:- 1. Software, 2. Hardware અને 3. Networking

1. Hardware:-

કોમ્પ્યુટર માટે બનતી તમામ મશીનરીઓ જેવી કે Keyboard, CPU, Mouse કે Touch-pad, Screen કે Monitor, અંદરની તમામ circuits અને wiring વગરે જે કંઈ પણ આપણે અડી શકીએ છીએ તે હાર્ડવેર છે.

2. Software:-

દરેક storage driveની અંદર માહિતી '૧' અને '૦' નાં રૂપે સંગહ થતી હોય છે. આ દરેક માહિતીને આપણે માત્ર સ્ક્રીન પર જ જોઈ શકીએ છીએ, અડી શકતા નથી. તે બધું સોફ્ટવેર છે.

સામાન્ય રીતે આપની આસપાસના ટેકનોલોજીકલ વિશ્વમાં ટેલીફોન, મોબાઈલ, કેલ્ક્યુલેટર, ઓટોમેટિક મશીનરી, એસ.ટી. બસનું ટીકીટ મશીન, એ.ટી.એમ. મશીન, રેલવે સ્ટેશન પરનું ઇન્કવાયરી મશીન, ડીજીટલ કેમેરા વગેરેમાં તમામ મશીનરી હાર્ડવેર હોય છે.

સોફ્ટવેર વિશે થોડા ઉદાહરણ જોઈએ. ધારો કે કેલ્ક્યુલેટર. એમાં આપણે '+' દબાવીએ, તો સરવાળો થાય, '-' દબાવીએ, તો બાદબાકી થાય. જો ફોન પર આપણે કોલ સેન્ટરમાં કોલ કરીએ, તો બોલે છે કે, ગુજરાતી માટે ૧ દબાવો, હિન્દી કે લીએ ૨ દબાએ, પ્રેસ ૩ ફોર ઈંગ્લીશ અને જે તે નંબર દબાવતાંની સાથે જ તે ભાષામાં બોલવા લાગે છે.

આ તમામ ખેલ સોફ્ટવેરને આભારી છે. એક પ્રકારનું "Computer Interaction" જેમાં અવાજ પહેલેથી જ રેકોર્ડ કરીને મૂકી દીધેલા હોય છે. "Voice Interaction", "USSD" વગેરે અનેક રીતે આપણે સોફ્ટવેરની સહાય લઇ શકીએ છીએ. આ દરેક પ્રકારનું interaction એક સોફ્ટવેર છે.

3. Networking:-

આપણે  ઈન્ટરનેટને નેટવર્કિંગ માનીએ છીએ. પરંતુ એ આપણા માનવા કરતા ઘણું મોટું ક્ષેત્ર છે. કોઈપણ ઈન્ટરનેટ કનેક્શન વિના બે કે તેથી વધુ કોમ્પ્યુટર વચ્ચે માહિતીની આપ-લે થવી એ પણ એક પ્રકારનું નેટવર્કિંગ છે. આમ, કોઈપણ બીજા કોમ્પ્યુટર કે સર્વર સાથે એક જગ્યાએ બેઠા બેઠા માહિતીની આપ-લે કરવી એ નેટવર્કિંગ છે. આમ બ્લુટુથ પણ એક પ્રકારનું નેટવર્કિંગ છે.

Operationg System

(Operating System is the heart of Computer software.)
(ઓપરેટીંગ સિસ્ટમ એ કોમ્પ્યુટરનાં સોફ્ટવેર માટેનું હૃદય છે.)

ઓપરેટીંગ સિસ્ટમ એ કોમ્પ્યુટર પર સોફ્ટવેરને ચલાવવા માટેનું ખુબ જ મહત્વનું પરિબળ છે. કારણ કે તે કોમ્પ્યુટરનાં સોફ્ટવેર અને હાર્ડવેરને જોડતો સેતુ છે. આપણે કોમ્પ્યુટરને આપેલા કમાન્ડ હાર્ડવેરમાંથી આપીએ છીએ. ઓપરેટીંગ સિસ્ટમ તેના સિગ્નલ્સને સોફ્ટવેર તરફ પહોચાડે છે અને સોફ્ટવેર તેના પર જરૂરી પ્રક્રિયાઓ કરીને ફરી ઓપરેટીંગ સિસ્ટમની મદદથી સિગ્નલ્સ હાર્ડવેરને મોકલે છે. હાર્ડવેરથી સોફ્ટવેર તરહ જતા સિગ્નલ્સને "input" જ્યારે સોફ્ટવેરથી હાર્ડવેર તરફ જતા સિગ્નલ્સને "output" કહે છે.

Windows 98, vista, XP, 7, 8 વગેરે જાણીતા ઓપરેટીંગ સિસ્ટમ્સ છે. સૌપ્રથમ UNIX Operating System અસ્તિત્વમાં આવી હતી. તેમાં માત્ર keyboardનો જ ઉપયોગ થતો હતો. તમામ file operations યાદ રાખીને તેને DOSની Black Screen પર ટાઈપ કરવા પડતા હતા. ઉપરોક્ત ઓપરેટીંગ સિસ્ટમમાં Mouseનો ઉપયોગ શરૂ થયો.

GUI (Graphical User Interface):-
Graphical એટલે ચિત્રાત્મક, User એટલે કોમ્પ્યુટરનો ઉપયોગ કરતો વ્યક્તિ અને Interface એટલે સમન્વય. આમ કોમ્પ્યુટર સાથેનો ચિત્રાત્મક સમન્વય. આજની નવીનતમ operating systemsમાં mouse દ્વારા કોમ્પ્યુટરને operate કરી શકાય છે. પહેલા કોમ્પ્યુટર માત્ર જાણકારો જ વાપરી શકતા, આજે તેમાં તમામ વ્યક્તિઓ માટે સુવિધાઓ છે.

સામાન્ય રીતે જેમ ઘરનાં ટેલીફોનને કનેક્શન વગર "ડબલું" કહીએ છીએ, તેમજ ઓપરેટીંગ સિસ્ટમ વિનાનું કોમ્પ્યુટર પણ એક "ડબલું" છે.

Proxy Server

સૌથી પહેલા ઈન્ટરનેટ કઈ રીતે કાર્ય કરે છે? વાચી લેશો.

રોડ પર થતો ટ્રાફિક જામ નિયંત્રિત કરવા માટે ટ્રાફિક પોલીસ અને સિગ્નલની મદદ લેવાય છે, તેમ જ્યારે ઈન્ટરનેટ સર્વર પર વધારે પડતો ટ્રાફિક જામ થઇ જાય ત્યારે Proxy Serverનો ઉપયોગ થાય છે. તેમાં બે પ્રકારનાં સર્વર હોય છે. એક તો લોકલ પ્રોક્સી, જેનો ઉપયોગ માત્ર ઓફિસો કે કૉલેજોમાં જ થાય છે, તે ત્યાના જુદા જુદા કોમ્પ્યુટરોને જોડે છે. અને બીજી છે વેબ પ્રોક્સી, જે કોઈ એક સમૂહના કોમ્પ્યુટરોને જોડે છે. વેબ પ્રોક્સી કોઈ એક શહેર, વિસ્તાર કે ટાવર પૂરતું હોય છે.

અહી આવેલા દરેક વેબપેજ એક queueમાં સંગ્રહવામાં આવે છે અને જ્યારે કોઈ ક્લાયન્ટ તે વેબપેજ માગે ત્યારે તેમાં ચેક કરે છે, જો હોય તો તેને તુરંત મોકલી દે છે અને જો નહોય તો જ સર્વરનો સંપર્ક કરે છે. બીજી વાત, દર વખતે પ્રોક્સી એ મૂળ સર્વરનો સંપર્ક કરવો જ પડે છે કારણકે જે તે વેબપેજ અવારનવાર સુધારા વધારાને પાત્ર છે, પરંતુ તે સમય અને તારીખ સાથે સંપર્ક કરે છે. જો સર્વર તરફથી no changeનો મેસેજ આવે તો તેનું તે જ વેબપેજ મોકલી દેવાય છે અન્યથા તેને મોડીફાઈ કરીને મોકલાય છે.