સામાન્ય રીતે કોમ્પ્યુટરની કાર્યપ્રણાલીને ત્રણ ભાગોમાં વહેંચી શકાય:- 1. Software, 2. Hardware અને 3. Networking
1. Hardware:-
કોમ્પ્યુટર માટે બનતી તમામ મશીનરીઓ જેવી કે Keyboard, CPU, Mouse કે Touch-pad, Screen કે Monitor, અંદરની તમામ circuits અને wiring વગરે જે કંઈ પણ આપણે અડી શકીએ છીએ તે હાર્ડવેર છે.
2. Software:-
દરેક storage driveની અંદર માહિતી '૧' અને '૦' નાં રૂપે સંગહ થતી હોય છે. આ દરેક માહિતીને આપણે માત્ર સ્ક્રીન પર જ જોઈ શકીએ છીએ, અડી શકતા નથી. તે બધું સોફ્ટવેર છે.
સામાન્ય રીતે આપની આસપાસના ટેકનોલોજીકલ વિશ્વમાં ટેલીફોન, મોબાઈલ, કેલ્ક્યુલેટર, ઓટોમેટિક મશીનરી, એસ.ટી. બસનું ટીકીટ મશીન, એ.ટી.એમ. મશીન, રેલવે સ્ટેશન પરનું ઇન્કવાયરી મશીન, ડીજીટલ કેમેરા વગેરેમાં તમામ મશીનરી હાર્ડવેર હોય છે.
સોફ્ટવેર વિશે થોડા ઉદાહરણ જોઈએ. ધારો કે કેલ્ક્યુલેટર. એમાં આપણે '+' દબાવીએ, તો સરવાળો થાય, '-' દબાવીએ, તો બાદબાકી થાય. જો ફોન પર આપણે કોલ સેન્ટરમાં કોલ કરીએ, તો બોલે છે કે, ગુજરાતી માટે ૧ દબાવો, હિન્દી કે લીએ ૨ દબાએ, પ્રેસ ૩ ફોર ઈંગ્લીશ અને જે તે નંબર દબાવતાંની સાથે જ તે ભાષામાં બોલવા લાગે છે.
આ તમામ ખેલ સોફ્ટવેરને આભારી છે. એક પ્રકારનું "Computer Interaction" જેમાં અવાજ પહેલેથી જ રેકોર્ડ કરીને મૂકી દીધેલા હોય છે. "Voice Interaction", "USSD" વગેરે અનેક રીતે આપણે સોફ્ટવેરની સહાય લઇ શકીએ છીએ. આ દરેક પ્રકારનું interaction એક સોફ્ટવેર છે.
3. Networking:-
આપણે ઈન્ટરનેટને નેટવર્કિંગ માનીએ છીએ. પરંતુ એ આપણા માનવા કરતા ઘણું મોટું ક્ષેત્ર છે. કોઈપણ ઈન્ટરનેટ કનેક્શન વિના બે કે તેથી વધુ કોમ્પ્યુટર વચ્ચે માહિતીની આપ-લે થવી એ પણ એક પ્રકારનું નેટવર્કિંગ છે. આમ, કોઈપણ બીજા કોમ્પ્યુટર કે સર્વર સાથે એક જગ્યાએ બેઠા બેઠા માહિતીની આપ-લે કરવી એ નેટવર્કિંગ છે. આમ બ્લુટુથ પણ એક પ્રકારનું નેટવર્કિંગ છે.

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો