બુધવાર, 11 એપ્રિલ, 2012

Proxy Server

સૌથી પહેલા ઈન્ટરનેટ કઈ રીતે કાર્ય કરે છે? વાચી લેશો.

રોડ પર થતો ટ્રાફિક જામ નિયંત્રિત કરવા માટે ટ્રાફિક પોલીસ અને સિગ્નલની મદદ લેવાય છે, તેમ જ્યારે ઈન્ટરનેટ સર્વર પર વધારે પડતો ટ્રાફિક જામ થઇ જાય ત્યારે Proxy Serverનો ઉપયોગ થાય છે. તેમાં બે પ્રકારનાં સર્વર હોય છે. એક તો લોકલ પ્રોક્સી, જેનો ઉપયોગ માત્ર ઓફિસો કે કૉલેજોમાં જ થાય છે, તે ત્યાના જુદા જુદા કોમ્પ્યુટરોને જોડે છે. અને બીજી છે વેબ પ્રોક્સી, જે કોઈ એક સમૂહના કોમ્પ્યુટરોને જોડે છે. વેબ પ્રોક્સી કોઈ એક શહેર, વિસ્તાર કે ટાવર પૂરતું હોય છે.

અહી આવેલા દરેક વેબપેજ એક queueમાં સંગ્રહવામાં આવે છે અને જ્યારે કોઈ ક્લાયન્ટ તે વેબપેજ માગે ત્યારે તેમાં ચેક કરે છે, જો હોય તો તેને તુરંત મોકલી દે છે અને જો નહોય તો જ સર્વરનો સંપર્ક કરે છે. બીજી વાત, દર વખતે પ્રોક્સી એ મૂળ સર્વરનો સંપર્ક કરવો જ પડે છે કારણકે જે તે વેબપેજ અવારનવાર સુધારા વધારાને પાત્ર છે, પરંતુ તે સમય અને તારીખ સાથે સંપર્ક કરે છે. જો સર્વર તરફથી no changeનો મેસેજ આવે તો તેનું તે જ વેબપેજ મોકલી દેવાય છે અન્યથા તેને મોડીફાઈ કરીને મોકલાય છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો