ગુરુવાર, 23 જુલાઈ, 2015

Firewall


અહિં દર્શાવ્યા મુજબ Firewall બે નેટવર્ક વચ્ચે એક દીવાલનું કાર્ય કરે છે. આ બે નેટવર્કમાંથી એક ટર્મિનલ (ઘરનું કોમ્પ્યુટર) અને બીજું ઈન્ટરનેટ પણ હોઈ શકે છે. આ કિસ્સામાં Firewall આપણા ઘરનાં કોમ્પ્યુટરને ઈન્ટરનેટના હેકર્સથી બચાવવાનું કાર્ય કરે છે. જેમાં આપણા કોમ્પ્યુટરમાં એક Firewall નું સોફ્ટવેર ઇન્સ્ટોલ કરેલું હોય છે જે ઈન્ટરનેટ પરથી આવતાં બિનજરૂરી સિગ્નલ્સને ખતમ કરીને તેને સર્વર પર પાછા મોકલવાનું કામ કરે છે.

Firewall એક બીજું પણ કાર્ય કરે છે: ધારો કે સરકારે અમુક વેબસાઈટો પર પ્રતિબંધ મુકેલો છે. તો જે તે દેશના Internet Service Provider સાથે જોડાયેલા કોઈ પણ ગ્રાહક તે વેબસાઈટને જોઈ શકતા નથી. આપને જણાવવાનું કે સરકાર પાસે એક DNS ડોમેઈન હોય છે, જેની સાથે દેશના તમામ Internet Service Providers જોડાયેલા હોય છે. ભારતમાં આ ડોમેઈનનું નામ ".in" છે. દેશભરના ઈન્ટરનેટ યુઝર્સ દ્વારા આવતી તમામ રીક્વેસ્ટને આ ડોમેઈન પર રાખવામાં આવેલા Firewall માંથી પસાર થવું પડે છે. પરંતુ  જયારે કોઈ પ્રતિબંધિત વેબસાઈટની રીક્વેસ્ટ Firewall  માં આવે છે ત્યારે તેને ઈન્ટરનેટ પર મોકલવામાં આવતું નથી, પરંતુ censorship નો પ્રત્યુત્તર તે યુઝરને મોકલી આપવામાં આવે છે.

આ જ રીતે જો કોઈ LAN માં Firewall મુકેલું છે, તો તેના પર પણ અમુક વેબસાઈટ બ્લોક કરી શકાય છે. Firewall ને સોફ્ટવેર તરીકે ઇન્સ્ટોલ પણ કરી શકાય છે અને એક હાર્ડવેર મશીન પર પણ મૂકી શકાય છે.

Firewall નું નામ Firewall કેમ પડ્યું?

જનરલ મતલબ કાઢીએ, તો Firewall એટલે આગથી રક્ષણ આપતી દીવાલ. નેટવર્કિંગમાં Firewall ની ટેકનોલોજી બહારના નેટવર્કમાંથી આવતાં બિનજરૂરી સિગ્નલ્સ(જેમકે હેકર્સ)થી બચવાના ઉદ્દેશથી વિકસાવવામાં આવેલ છે. પરંતુ તેનો ઉપયોગ અમુક વેબસાઈટને બ્લોક કે પ્રતીબંધીત કરવા માટે પણ થાય છે. આમ, જે રીતે Firewall અંદરના ઘરને આગથી રક્ષણ આપે છે, તે જ રીતે આ ટેકનોલોજી બિનજરૂરી સિગ્નલ્સથી કોમ્પ્યુટરને રક્ષણ આપે છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો